ખાતામાં ભૂલથી 3.50 કરોડ આવી જતા અમદાવાદના યુવકે એવો કાંડ કર્યો કે સુરત પોલીસ 6 મહિનાથી શોધી રહી છે - GujaratTak - ahmedabad man flees after 3 50 crore falsely transferred to hit account - GujaratTAK
અમદાવાદ આપણું ગુજરાત મારું શહેર લેટેસ્ટ સ્ટોરીઝ સુરત

ખાતામાં ભૂલથી 3.50 કરોડ આવી જતા અમદાવાદના યુવકે એવો કાંડ કર્યો કે સુરત પોલીસ 6 મહિનાથી શોધી રહી છે

સુરત: પીપલોદમાં આવેલી શેર બ્રોકર કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા કરાયેલી એક ભૂલ કરોડો રૂપિયામાં પડી. એકાઉન્ટન્ટે ભૂલથી અમદાવાદના એક વ્યક્તિના ખાતામાં 3.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે ખાતામાં પૈસા જમા થતા જ યુવકે કલાકોમાં એકાઉન્ટ ખાલી કરી નાખ્યું અને ઓનલાઈન અલગ-અલગ જ્વેલરી શોપમાંથી સોનું ખરીદીને ફરાર થઈ ગયો હતો. જોકે એક જ્વેલરી સ્ટોરમાંથી દાગીનાની […]

સુરત: પીપલોદમાં આવેલી શેર બ્રોકર કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા કરાયેલી એક ભૂલ કરોડો રૂપિયામાં પડી. એકાઉન્ટન્ટે ભૂલથી અમદાવાદના એક વ્યક્તિના ખાતામાં 3.50 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે ખાતામાં પૈસા જમા થતા જ યુવકે કલાકોમાં એકાઉન્ટ ખાલી કરી નાખ્યું અને ઓનલાઈન અલગ-અલગ જ્વેલરી શોપમાંથી સોનું ખરીદીને ફરાર થઈ ગયો હતો. જોકે એક જ્વેલરી સ્ટોરમાંથી દાગીનાની ડિલિવરી ન થતા સુરતની કંપનીને પોલીસે 40 લાખ પાછા અપાવ્યા હતા.

અમદાવાદના યુવકના ખાતામાં આવ્યા પૈસા
વિગતો મુજબ, પીપલોદમાં રહેતા દિશાંત પરીખ પ્રાર્થના એન્ટરપ્રાઈઝ નામની શેર બ્રોકર કંપની ધરાવે છે. ગત 13મી સપ્ટેમ્બરે પેઢીના એકાઉન્ટન્ટે કંપની દ્વારા જીત્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.માં 3.50 કરોડ ટ્રાન્સફર કરવાનું કહેતા તેણે ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. જે વ્યક્તિના ખાતામાં 3.50 કરોડ આવ્યા તે અમદાવાદના બાપુનગરમાં રહેતો તુષાર ગજેરા હોવાનું સામે આવ્યું.

ઓનલાઈન દાગીના ખરીદીને યુવક ફરાર
ખાતામાં પૈસા જમા થતા જ તુષારે ઓનલાઈન અલગ-અલગ જ્વેલર્સ કંપનીઓમાંથી જ્વેલરીઓનો ઓર્ડર કરીને 3.50 કરોડના દાગીના ખરીદી લીધા હતા. જેથી બ્રોકરે પોલીસને ફોન કર્યો હતો. તુષારે RTGSથી જ્વેલર્સને પૈસા ચૂકવ્યા હતા જેની તપાસમાં એક જ્વેલરના ત્યાં 40 લાખ ટ્રાન્સફર કર્યા બાદ દાગીના લેવા નહોતું આવ્યો, જેથી તેનું પેમેન્ટ બ્લોક કરાવ્યું હતું. જોકે 3.10 કરોડનું સોનું લઈને તુષાર ફરાર થઈ ગયો હતો અને 6 મહિનાથી પોલીસ તેને શોધી રહી છે. ત્યારે આખરે ઉમરા પોલીસે રવિવારે શેરદલાલની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…