રખડતા પશુઓ યમદૂત બની ફરી વળ્યા, વડોદરામાં વધુ એકનો લીધો ભોગ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: રાજ્યભરમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. આ દરમિયાન હવે રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ લીમડીમાં આખલાની લડાઈમાં બાળકનું મોત થયું હતું. ત્યારે આજે રખડતા પશુએ વધુ એકનો ભોગ લીધો છે. વડોદરાના માણેજા ગામે રખડતા ઢોરે વૃદ્ધાનો ભોગ લીધો

એક તરફ રખડતા પશુને પાંજરે પુરવાની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે બીજી તરફ રખડતા પશુ હવે સતત જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં વધારે એક ઢોરના કારણે મોતની ઘટના સામે આવી છે. પંચરત્ન સોસાયટી પાસે ગાયોના ટોળાએ વૃદ્ધાને ઘેરી લીધા હતા. ઘરે જઇ રહેલા વૃદ્ધાને રખડતા પશુઓએ શિંગડે ચડાવ્યા હતા. આ દરમિયાન ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત થયું છે.

આ પણ વાંચો: અમદાવાદઃ ડબલ ફ્લાયઓવર બ્રીજ પરથી વધુ એક મહિલાએ કર્યું સ્યુસાઈડ, 1 મહિનામાં ચોથી ઘટના

આ પણ વાંચો

ADVERTISEMENT

સ્થાનિક લોકોએ વૃદ્ધાને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ તેમણે હાથ નિષ્ફળતા મળી હતી. અંતે વૃદ્ધાએ રસ્તા પર જ દમ તોડ્યો હતો. તંત્રની બેદરકારીએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. આ દરમિયાન લોકોએ મનપા કમિશ્નર ન આવે ત્યાં સુધી મૃતદેહ નહી હટાવવાની ચિમકી આપી છે. માણેજા અને મકરપુરાના લોકો રખડતા ઢોરથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જોવાનું રહ્યું કે, તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાઈ છે કે હજુ આજ સ્થિતિમાં લોકો પોટનાઓ જીવ ગુમાવતાં રહેશે.

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT