ક્યાં છપાય છે ભારતીય રૂપિયા, કોણ આપે છે શાહી અને કાગળ?

ભારતીય રૂપિયા માત્ર ભારત સરકારની પ્રિન્ટિંગ પ્રેસમાં જ છાપવામાં આવે છે.

સૌથી પહેલા ભારતમાં વર્ષ 1926માં નોટ છાપવાનું કામ શરૂ થયું હતું.

સમગ્ર ભારતમાં ભારતીય નોટોને છાપવા માટે કુલ 4 પ્રિન્ટિંગ પ્રેસ છે.

ભારતમાં મહારાષ્ટ્રના નાસિક, કર્ણાટકના મૈસૂર, પશ્ચિમ બંગાળના સલબોની, મધ્યપ્રદેશના દેવાસમાં નોટોને છાપવામાં આવે છે.

ચલણી નોટો છાપવા માટે દેવાસમાં જ શાહીનું પ્રોડક્શન થાય છે. એટલે કે શાહી દેવાસમાં જ બને છે.

નકલી નોટોને રોકવા માટે વિદેશથી મંગાવવામાં આવતી શાહીને કંપોઝીશનમાં પરિવર્તિત કરવામાં આવે છે.

ચલણી નોટો છાપવા માટેની શાહી સ્વિઝરલેન્ડની કંપની SICPAમાં બને છે.

ભારતીય ચલણી નોટોમાં ઉપયોગ થતાં મોટાભાગના પેપર જર્મની, યુકે અને જાપાનથી આવે છે.

ભારતના હોશંગાબાદમાં પણ સિક્યોરિટી પેપર મિલ છે. અહીં નોટ અને સ્ટેમ્પ માટે પેપર બનાવવા આવે છે. ભારતીય કરન્સીની 80 ટકા નોટ વિદેશથી આવતા કાગળ પર જ છપાય છે.