દેશના એવા વડાપ્રધાન કે જેઓ એક કે બે નહીં '4 રાજ્યો'માંથી જીત્યા હતા 'ચૂંટણી'

દેશમાં લોકસભા ચૂંટણી 2024નો બરાબરનો માહોલ જામ્યો છે અને ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

તો ભારતમાં એવા પણ લોકપ્રિય નેતા રહ્યા છે, જેમની લોકપ્રિયતાનો આજે પણ કોઈ જવાબ નથી.

અટલ બિહારી વાજપેયીના નામે એક એવો રેકોર્ડ નોંધાયેલો છે, જેને આજસુધી કોઈ તોડી નથી શક્યું.

વાસ્તવમાં એક કે બે નહીં પરંતુ 4 રાજ્યોમાંથી અટલ બિહારી વાજપેયી સાંસદની ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી વાજપેયીએ ચાર રાજ્ય દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતની સીટથી લોકસભા ચૂંટણી લડી અને જીતી હતી.

અટલજી એકમાત્ર એવા સાંસદ છે, જેમણે 6 અલગ-અલગ સંસદીય સીટો પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી.

આ સીટો છે- બલરામપુર, ગ્વાલિયર, નવી દિલ્હી, વિદિશા, ગાંધીનગર અને લખનઉ

એટલું જ નહીં 1991માં તેમણે મધ્ય પ્રદેશની વિદિશા લોકસભા સીટ અને ઉત્તર પ્રદેશની લખનઉ સીટને જીતી હતી.