કાલથી સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને આગામી 1 મહિના સુધી રહેવું પડશે સાવધાન

13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય મેષ રાશિમાં 8 વાગીને 51 મિનિટે પ્રવેશ કરશે.

સૂર્ય દેવ જ્યારે પણ ગોચર કરે છે તો તેનો પ્રભાવ દેશ-દુનિયા પર સંપૂર્ણ રીતે પડે છે.

વૈદિક જ્યોતિષમાં સૂર્યની સ્થિતિને સકારાત્મક પરિણામ આપનારી મનાય છે. સૂર્યને માન સન્માન, ઉચ્ચ પદ અને નેતૃત્વના કારકગ્રહ મનાય છે.

સૂર્યનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ રહેશે. આવો જાણીએ આના વિશે.

વૃષભ: સૂર્ય દેવતા વૃષભના બારમા ભાવમાં ગોચર કરશે. તેનાથી કાર્યોમાં સમસ્યા આવી શકે. કોઈની સાથે કારણ વિના વિવાદમાં ન પડશો.

વૃષભના જાતકોને 1 મહિના આર્થિક કાર્યોમાં ઉતાર-ચડાવ જોવા મળશે. પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કન્યા: સૂર્ય તમારી રાશિના 8મા ભાવમાં ગોચર કરશે. આ સમયે પૈસાની હાનિ થઈ શકે. કાર્યોનો ભાર વધી શકે. નોકરીમાં નુકસાન થઈ શકે.

કામ વિનાના ખર્ચાથી સાવધાન રહો. પરિવારજનો સાથે વાદ-વિવાદ થઈ શકે. સાથે આગામી 1 મહિનો કોઈવાતને લઈને તણાવ થઈ શકે.

તુલા: સૂર્યનું ગોચર તમારી રાશિના સાતમા ભાવમાં થશે. આર્થિક કાર્યોમાં સમસ્યા આવી શકે. નોકરીમાં સહકર્મી સાથે સંબંધ ખરાબ થઈ શકે. ધનની હાનિ થઈ શકે.