સારા તેંડુલકરે જીમમાં બનાવ્યો નવો 'મિત્ર'

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરની દીકરી સારા સોશિયલ મીડિયા સેન્સેશન છે.

સારા ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા તેના ચાહકો સાથે તેના રોજિંદા જીવન સાથે જોડાયેલી તમામ માહિતી શેર કરતી રહે છે.

સારા તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં તે જીમમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન સચિન તેંડુલકરની લાડલીએ જીમમાં એક નવો મિત્ર પણ બનાવ્યો છે. સારાનો આ મિત્ર કોઈ માણસ નહીં પરંતુ એક શ્વાન છે.

તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું કે, જેમમાં એક નવો મિત્ર બનાવ્યો.

સારા તેંડુલકર જીમમાં નવા મિત્રને પ્રેમથી રમાડતી જોવા મળી રહી છે. 

તે જાણી તું છે કે, સારા તેંડુલકરને શ્વાન ખૂબ જ પસંદ છે. સચિન તેંડુલકરના મુંબઈના ઘરમાં પણ 1/2 શ્વાન છે.

સારા તેંડુલકર તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થઈ હતી.

આ દરમિયાન સારાએ પોતાના લુક્સ અને ગ્લેમરસ અંદાજમાં મહેફિલ લૂટી લીધી. આ દરમિયાન તે સુંદર લાગી રહી હતી.