માર્કેટમાં વેચાતું ઘી અસલી છે કે નકલી? આ રીતે ઓળખો

આજકાલ માર્કેટમાં નકલી ખાવા-પીવાની વસ્તુઓ ખૂબ જ વેચાઈ રહી છે.

ઘીના કિસ્સામાં પણ આવું છે. લોકો અસલી અને નકલી ઘીને ઓળખ નથી કરી શકતા.

એવામાં આજે અમે તમને એવી રીત જણાવીશું જેનાથી તમે ઘીની શુદ્ધતા તપાસી શકો છો.

કોઈ વાસણમાં પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીની નીચે જતું રહે તો સમજો કે ઘી નકલી છે.

તમે હથેળીમાં ઘી મૂકો. જે તે થોડીવારમાં પીગળવા લાગે તો અસલી છે અને ન પીગળે તો તે નકલી છે.

ઘીમાં ખાંડ મિક્સ કરો. થોડા સમય બાદ રંગ લાલ થઈ જાય તો સમજો કે ઘીમાં મિલાવટ છે.

ગરમ કરવા પર જો ઘી ભૂરા રંગનું દેખાવા તો તે અસલી છે અને જો પીળો જ રંગ રહે તો તે નકલી છે.