વોટ આપવો છે પણ Voter Card ખોવાઈ ગયું છે! આ રીતે ફટાફટ ડાઉનલોડ કરે ડિજિટલ ID

દેશમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. વોટ આપવા માટે વોટર IDની જરૂર પડે છે.

સરકારે 2021માં e-EPIC લોન્ચ કર્યું હતું. તેને ડિજી લોકર પર અપલોડ અથવા હાર્ડ કોપીના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

એવામાં જેનું પણ મતદાન લિસ્ટમાં નામ છે, તેઓ ઓનલાઈન વોટર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

આ માટે Service Portal પર જાઓ, અહીં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખો.

આ બાદ OTP નાંખો અને વેરિફાઈ પર ક્લિક કરીને લોગિન કરી શકો છો.

પછી E-EPIC ડાઉનલોડ ટેબ પર ક્લિક કરીને EPIC નંબર પસંદ કરો.

અહીં EPIC નંબર ભરો અને રાજ્ય પસંદ કરો. તેનાથી વોટર કાર્ડની ડિટેલ ખુલી જશે.

તેમાં OTP નાખો અને ડાઉનલોડ E-EPIC પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકે છે.