AC કેટલા પર ચલાવવું જોઈએ? સરકારી મંત્રાલયનું સૂચન સાંભળીને ચોંકી જશો

દિલ્હી-NCR સહિત દેશના ઘણા શહેરોમાં ભારે ગરમી પડી રહી છે તેનાથી લોકો પરેશાન છે. એવામાં ઘણા લોકો ACનો ઉપયોગ કરે છે.

લોકોને ઘણીવાર સવાલ થાય છે કે ACને કયા ટેમ્પ્રેચર પર ચલાવવું? તેને લઈને ઊર્જા મંત્રાલયના એક્સપર્ટે આ જાણકારી આપી છે.

ઊર્જા મંત્રાલયના એક્સપર્ટ મુજબ, ACને 26 ડિગ્રી અથવા તેનાથી વધુ પર રાખો. આ સાથે તમે ઈચ્છો તો પંખો પણ ચાલુ કરી શકો.

એનર્જી કન્વર્ઝેશન બ્યૂરોના કાર્યકારી એન્જિનિયર દ્વારા મોકલાયેલી જાણકારી મુજબ ACનો યોગ્ય અને સમજદારીથી ઉપયોગ કરી શકાય છે.

ઘણા લોકોની આદત હોય છે કે, AC 22-20 ટેમ્પ્રેચર પર ચલાવે છે અને ઠંડી લાગતા ધાબળો ઓઢે છે. તેનાથી વધુ વીજળી વપરાય છે.

ACને 16-18 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવાથી વીજળી વધુ વપરાય છે, જ્યારે 25-26 પર ચલાવવાથી વીજળી ઓછી વપરાય છે.

AC સાથે પંખો ધીમો ચલાવવાથી સારી કૂલિંગ મળશે. 26 ડિગ્રી પર AC પર ચલાવવા સાથે પંખો પણ ચલાવો.