હાર્દિક પહેલા પણ આ હસ્તીઓ સાથે નતાશાનું હતું ચક્કર!
અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની લાઈફ ચર્ચામાં છે. એવી ચર્ચા છે કે નતાશા અને હાર્દિકના લગ્ન જીવનમાં મતભેદ ચાલી રહ્યા છે.
આ અંગે હજુ સુધી બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, ફેન્સ સતત સતત ઈચ્છી રહ્યા છે કે કપલ વચ્ચે બધુ બરાબર થઈ જાય.
ચાલો જાણીએ કે નતાશા અને હાર્દિકની લવ સ્ટોરી ક્યાંથી શરૂ થઈ, ત્યારબાદ બંનેએ લગ્ન કરીને કાયમ સાથે રહેવાનો નિર્ણય કર્યો.
નતાશા અને હાર્દિકની પહેલી મુલાકાત વર્ષ 2018માં મુંબઈની એક નાઈટ ક્લબમાં થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્રિકેટરને નતાશા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.
આ પછી હાર્દિકે નતાશાને તેના જન્મદિવસ પર આમંત્રણ આપ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે બંને એકસાથે જોવા મળ્યા હતા અને ત્યારથી તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
એક વર્ષની મુલાકાત પછી હાર્દિક અને નતાશા એકબીજાના સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં દેખાવા લાગ્યા. નતાશાએ એમ પણ કહ્યું હતું કે હાર્દિક તેનો બેસ્ટ ફ્રેન્ડ છે.
2020માં ક્રિકેટરે તેની પ્રેમિકાને ક્રુઝ પર રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું. લોકડાઉન દરમિયાન બંનેએ મે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા.
જુલાઈ 2020માં નતાશાએ દીકરાને જન્મ આપ્યો હતો, જેનું નામ અગસ્ત્ય છે.
પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી હાર્દિક અને નતાશાએ ફેબ્રુઆરી 2023માં હિન્દુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજોથી ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા.
નતાશા પહેલીવાર અજય દેવગનની ફિલ્મ 'સત્યાગ્રહ'માં આઈટમ સોન્ગ કરતી જોવા મળી હતી. આ પછી તે શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી.
હાર્દિક સાથે લગ્ન કરતા પહેલા નતાશા ટીવી એક્ટર અલી ગોનીને ડેટ કરી ચૂકી છે. બંને 'નચ બલિયે'માં સાથે જોવા મળ્યા હતા. પરંતુ બાદમાં બ્રેકઅપ થઈ ગયું હતું.
અલી ઉપરાંત નતાશાનું નામ 'એનિમલ' સ્ટાર તૃપ્તિ ડિમરીના રુમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. સેમ વ્યવસાયે બિઝનેસમેન છે.