ફ્રીમાં તમારું આધાર કાર્ડ ઝડપથી થઈ જશે અપડેટ, જાણો પ્રોસેસ
આધાર કાર્ડ 12 અંકનું એવું દસ્તાવેજ છે જે ભારતના નાગરિકોની ઓળખનો પર્યાય બની ગયો છે. બેંક એકાઉન્ટથી લઈને સિમ કાર્ડ સુધી દરેક સ્થળે તે જરૂરી બની ગયું છે.
હવે UIDAIએ 10 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડમાં સુધારા માટે ડોક્યુમેન્ટ અપડેટની સુવિધા મફત આપી છે.
હવે 14 જૂન સુધી કોઈ ચાર્જ વિના ડોક્યુમેન્ટ અપડેટ કરી શકાય છે. પહેલા તેની મર્યાદા 14 માર્ચ 2024 સુધીની હતી.
અંતિમ તારીખ એટલે કે ડેડલાઈન બાદ આ કામ માટે પૈસા ચૂકવવા પડી શકે છે. તે ચાર્જ કેટલો હશે તેનો ઉલ્લેખ UIDAIની વેબસાઈટ પર હાલ નથી.
લોકો પોતાના આધારે અપડેટ ઘરેથી કરી શકે છે. આ માટે તેમણે My Aadhaar Portal પર જવું પડશે.
પછી હોમ પેજથી 'અપડેટ આધાર'ના વિકલ્પ પર જવું પડશે. આ બાદ 12 અંકોનો આધાર નંબર નાખો. રજિસ્ટર મોબાઈલ પર આવતો OTP નાખીને લોગિન કરો.
અહીં જાણકારી ચેક કરો. ડેમોગ્રાફિક જાણકારી ખોટી હોય તો પોતાના દસ્તાવેજને અપડેટ કરવાના રહેશે. આ દસ્તાવેજ માત્ર JPG, PNG અને PDF ફોર્મેટમાં જ અપડેટ કરી શકાય છે.
ઉપરાંત જે લોકો કોમન સર્વિસ સેન્ટર (CSC)થી પોતાની જાણકારી અપડેટ કરશે, તેમને 50 રૂપિયા ચાર્જ આપવો પડશે.