કરોડોની માલકણ છે મલાઈકા અરોરા, આલિશાન ફ્લેટ ભાડે આપીને કરે છે લાખોની કમાણી

બોલિવૂડ ડીવા મલાઈકા અરોરા પોતાની ફિટનેસ, ફેશન સેન્સ માટે જાણીતી છે. હવે તેને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.

એક્ટ્રેસે મુંબઈના પાલી હિલ સ્થિત પોતાના ઓપાર્ટમેન્ટને કોસ્ચ્યુમ ડિઝાઈનર કશિસ હંસને ભાડે આપ્યો છે.

મલાઈકા એપાર્ટમેન્ટ ભાડા પર આપીને મોટી કમાણી કરે છે. જૈપકીના રિપોર્ટ મુજબ, તેણે 3 વર્ષ માટે ફ્લેટ ભાડા પર આપ્યો છે.

ઘરનું એક મહિનાનું રેન્ટ 1.57 લાખ રૂપિયા છે. એપાર્ટમેન્ટનું ભાડું દરવર્ષે 5 ટકા વધશે. રિપોર્ટ મુજબ 12 મહિના માટે ભાડું પ્રતિ માસ 1.5 લાખ છે.

તો બીજા વર્ષે તે વધીને 1.57 લાખ રૂપિયા પ્રતિ માસ થઈ જશે. જ્યારે છેલ્લા વર્ષે તે વધીને 1.65 લાખ રૂપિયા થઈ જશે.

મલાઈકાના ભાડુઆતે તેને સિક્યોરિટી ડિપોઝિટ પર 4.5 લાખ રૂપિયા આપ્યા છે. એટલે કે ડિઝાઈનરે 3 વર્ષમાં 56 લાખ ભાડું ચૂકવવું પડશે.