8 સીટ... ધાંસૂ ફીચર્સ! મોટી ફેમિલી માટે લોન્ચ થઈ નવી Innova Crysta

ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતીય માર્કેટમાં MVP કાર ટોયોટા ઈનોવા ક્રિસ્ટા GX+ વેરિએન્ટ લોન્ચ કર્યું છે.

આકર્ષક લૂક અને દમદાર એન્જિનથી લેસ MPVને 7 સીટર અને 8 સીટર બંને સીટિંગ લે-આઉટ સાથે માર્કેટમાં ઉતારાઈ છે.

Innova Crysta GX+ વેરિએન્ટની શરૂઆતની કિંમત 21.39 લાખ છે. આ નવા વેરિએન્ટમાં 14 નવા ફીચર્સ સામેલ કરાયા છે.

નવા ફીચર અપગ્રેડ બાદ આ વેરિએન્ટ GX વેરિએન્ટના મુકાબલે 1.3 લાખ મોંઘું થશે. જોકે બોડી સ્ટાઈલમાં કોઈ ફેરફાર કરાયો નથી.

નવા ફીચરમાં રિયર કેમેરા, ઓટો-ફોલ્ડ મિરર, ડિજિટલ વીડિયો રેકોર્ડર, ડાયમંડ કટ એલોય વ્હીલ, વૂડન પેનલ અને પ્રીમિયમ ફેબ્રિક સીટ છે.

કંપનીએ કારમાં 2.4 લીટરનું ટર્બો ડીજલ એન્જિન આપ્યું છે જે 148 bhpનો પાવર અને 343 Nm ટોર્ક જનરેટ કરે છે. 

કારને 5 રંગોમાં રજૂ કરાઈ છે. સુપર વ્હાઈટ, એટીટ્યૂડ બ્લેક મીકા, અવંત-ગાર્ડે બ્રોન્ઝ મેટાલિક, પ્લેટિનિયમ વ્હાઈટ પર્લ અને સલ્વર મેટાલિક કલર સામેલ છે.