નવી NEXON 1.10 લાખ રૂપિયા સસ્તી થઈ! હવે કેટલી છે કિંમત
ટાટા મોટર્સે હાલમાં જ પોતાની લોકપ્રિય SUV TATA Nexon નવા અવતારમાં માર્કેટમાં લોન્ચ કરી હતી. તે સમયે કારની શરૂઆતની કિંમત 8.15 લાખ હતી.
હવે કંપનીએ તેના બેસ વેરિએન્ટને લોન્ચ કર્યું છે, જેને Nexon Smart (O) નામ આપ્યું છે. તેના બેસ વેરિએન્ટની કિંમત 7.99 લાખ રૂપિયા છે.
Tata Nexonનું આ પેટ્રોલ બેસ વેરિએન્ટ લગભગ રૂ.15,000 સસ્તું છે. આ સાથે અન્ય વેરિએન્ટની કિંમત પણ કંપનીએ ઘટાડી છે.
Nexonના સ્માર્ટ + અને સ્માર્ટ +S વેરિએન્ટની કિંમતમાં ક્રમશઃ 30 અને 40 હજાર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે Smart + ની કિંમત 8.90 લાખ રૂપિયા અને Smart + S વેરિએન્ટની કિંમત 9.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Nexonનું ડીઝલ વેરિએન્ટ 1.10 લાખ રૂપિયા સસ્તું થઈ ગયું છે. તેના બે નવા વેરિએન્ટ્સ (Smart + અને Smart + S) લોન્ચ કરાયા છે.
સ્માર્ટ પ્લસ નવું એન્ટ્રી લેવલ વેરિએન્ટ છે અને તેની કિંમત 10 લાખથી શરૂ થાય છે, સ્માર્ટ પ્લેસ એસ વેરિએન્ટ 10.60 લાખનું છે.
Tata Nexonમાં 10.25 ઈંચની ટચસ્ક્રીન, ફુલી ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે, વાયરલેસ ચાર્જર, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ, ક્રૂઝ કન્ટ્રોલ અને 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ જેવા ફીચર્સ છે.
દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી દીધી નોકરી, દીકરીએ UPSCમાં ડંકો વગાડ્યો
Related Stories
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો