દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી દીધી નોકરી, દીકરીએ UPSCમાં ડંકો વગાડ્યો

મધર્સ ડે 2024ના અવસર પર IAS જાગૃતિ અવસ્થી અને તેમની માતા મધુલતા અવસ્થી વિશે જરૂર જાણવું જોઈએ.

મધ્યપ્રદેશના રહેવાસી IAS જાગૃતિ અવસ્થી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

જાગૃતિ અવસ્થીએ ભોપાલની મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

તેમના પિતા હોમિયોપેથીના ડોક્ટર છે અને તેમની માતા મધુલતા અવસ્થી સ્કૂલમાં ટીચર હતા

જ્યારે જાગૃતિ અવસ્થીએ યુપીએસસી કરવાનું નક્કી કર્યું તો મધુલતા અવસ્તીએ દીકરીના અભ્યાસ માટે પોતાની નોકરી છોડી દીધી હતી.

એક ઈન્ટરવ્યુમાં જાગૃતિ અવસ્થી કહે છે કે તેમનો અભ્યાસ સારી રીતે થઈ શકે એટલા માટે તેમના ઘરમાં ટીવીનો પણ કોઈ ઉપયોગ કરતું નહતું.