720KMની રેન્જ... 20 મિનિટમાં ચાર્જ અને કાર જેવા ફીચર્સ! આવી ગઈ ધાંસૂ ઈલેક્ટ્રિક બાઈક
ઈલેક્ટ્રિક વાહનોને લઈને લોકોના મનમાં ડ્રાઈવિંગ રેન્જને લઈને હંમેશા સવાલ રહે છે, પછી તે કાર હોય કે ટુ-વ્હીલર.
પરંતુ થાઈલેન્ડ બેઝ્ડ એક ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીએ હવે વધુ રેન્જવાળી બાઈક લોન્ચ કર્યાનો દાવો કર્યો છે.
Smartechએ આ વખતે 45માં બેંકોક મોટર શોમાં નવી ઈલેક્ટ્રિક બાઈક Felo TOOZ લોન્ચ કરી છે.
કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક બાઈકમાં સિંગલ ચાર્જમાં 720 કિમીની ડ્રાઈવિંગ રેન્જ મળે છે.
Smartechનું કહેવું છે કે આ ઈલેક્ટ્રિક બાઈકની બેટરી TYPE2 ચાર્જરથી માત્ર 20 મિનિટમાં 80% ચાર્જ કરી શકાય છે.
સાઈઝમાં ખૂબ મોટી અને ભારે Felo TOOZ કુશનિંગ સીટ આપેલી છે. જેના પર બે લોકો આરામથી બેસી શકે છે.
આ ઈલેક્ટ્રિક બાઈકની ટોપ સ્પીડ 200 KMની છે. તેમાં 12 ઈંચની TFT ડિસ્પલે છે. જેમાં બાઈકની રેન્જ, બેડરી અને સ્પીડ બતાવે છે.
સેફ્ટીમાં આ બાઈકમાં ABS, 360 ડિગ્રી વ્યૂ કેમેરા અને સરાઉન્ડ સ્પીકર સિસ્ટમ છે.
આ IAS ઓફિસર છે સોશિયલ મીડિયા સ્ટાર, ઈન્સ્ટાગ્રામ પર છે આટલા ફોલોઅર્સ
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ