74,999માં ઈલેક્ટ્રિક સ્કૂટર! જૂના ટુ-વ્હીલર પર મળશે 40,000નો લાભ
દેશની જાણીતી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા કંપની ઓલા ઈલેક્ટ્રિક આ મહિને ઈલેક્ટ્રિક સ્કૂટર પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
ગ્રાહકો હવે Ola S1 X ઈલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 74,999ની શરૂઆતી કિંમતે ખરીદી શકશે. હવે આ સ્કૂટર પહેલાથી વધુ સસ્તુ થઈ ગયું છે.
આ ઉપરાંત પેટ્રોલ વ્હીકલ એક્સચેન્જ કરાવવા પર રૂ.40,000 સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જોકે આ વાહનની સ્થિતિ અને મોડલ પર નિર્ભર કરે છે.
કંપની S1 X+ વેરિએન્ટ પર 15,000 સુધીના વધારાના લાભો અને રૂ.5,000નું ડિસ્કાઉન્ટ આપે છે. આ ઓફર માત્ર 31 મે 2024 સુધી છે.
ગ્રાહક પસંદગીના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને રૂ.10,000 સુધીના ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકે છે.
આ ઉપરાંત કોઈપણ ખર્ચ વિના S1 મોડલો પર કંપની 8 વર્ષ અથવા 80,000 KM સુધીની એક્સટેન્ડેડ વોરંટી આપી રહી છે.
Ola S1 X રેન્જ આ સમયે 2kWh, 3 kWh અને 4 kWhની ક્ષમતાના બેટરી પેક સાથે આવે છે. તેનું હાયર વેરિએન્ટ સિંગલ ચાર્જમાં 190 KMની રેન્જ આપે છે.
ઘર છોડીને કેમ ભાગ્યા હતા 'તારક મહેતા'ના રોશન સોઢી? પહેલીવાર એક્ટરે આપ્યો જવાબ
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ