seat 1

સીટ બેલ્ટ ન બાંધી હોય તો AIRBAG નહીં ખુલે? એક્સપર્ટ પાસેથી જાણો સચ્ચાઈ

image
seat 3

એરબેગ એક જરૂરી સેફ્ટી ફીચર છે જેણે દુનિયામાં અત્યાર સુધી ઘણા જીવ બચાવ્યા.

seat 6

હાલમાં જ અકસ્માતના કેટલાક કિસ્સા સામે આવ્યા જે બાદ ચર્ચા શરૂ થઈ કે, સીટ બેલ્ટ ન પહેરવાથી કારમાં એરબેગ કામ નથી કરતી?

seat 10

આ માટે અમે ટાટા મોટર્સના ચીફ પ્રોડક્શન ઓફિસર મોહન સાવરકર સાથે વાત કરી અને સીટ બેલ્ટ-એરબેગ વચ્ચે શું કનેક્શન છે?

મોહન સાવરકરે કહ્યું- જો કોઈ 50-60 KM/પ્રતિ કલાકની ઝડપે જતા હોય અને અકસ્માત થાય તો કારમાં બેઠેલા યાત્રી પર 40 ગણો ગ્રેવિટી ફોર્સ આવે છે.

ગ્રેવિટેશનલ ફોર્સ, ઝડપ અને ઝટકાથી થતા નુકસાનથી બચાવવા AIRBAGની જરૂર પડે છે.

સાવરકર કહે છે, સીટ-બેલ્ટ પહેરવા છતા પેસેન્જરની બોડી આગળ ડેશબોર્ડ તરફ જશે, પરંતુ વધુ આગળ નહીં જાય અને ડેશબોર્ડ સાથે ટક્કર નહીં થાય.

આ જ કારણે સીટ-બેલ્ટને હંમેશા પ્રાઈમરી રિસ્ટ્રેન્ટ સિસ્ટમ (PRS) કહેવાય છે, એરબેગને હંમેશા સપ્લીમેન્ટ્રી રિસ્ટ્રેન્ટ સિસ્ટમ કહેવાય છે.

દુર્ઘટના થવા પર SRS સિસ્ટમાં પહેલાથી ઈન્સ્ટોલ નાઈટ્રોજન ગેસ એરબેગમાં ભરાઈ જાય છે. આ પ્રક્રિયા થોડી મિલી સેકન્ડમાં થાય છે અને એરબેગ ગેસથી ખુલી જાય છે.

સાવરકર કહે છે, સીટ બેલ્ટ નહીં પહેરો તો પણ, એરબેગ ખુલશે. પરંતુ પેસેન્જરને ઈજા વધુ પહોંચશે. સીટ બેલ્ટ પહેરેલો હશે તો યાત્રીને ઈજા ઓછી પહોંચશે.