વોટ્સએપમાં ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચી શકો? આ છે સરળ રીત

વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. તેના ઘણા બધા ફીચર્સ મળે છે.

હવે વોટ્સએપ પર કોલિંગ, સ્ટિકર, ડોક્યુમેન્ટ, શેરિંગ સહિત ઘણા ફીચર્સ મળે છે. એક ફીચર મેસેજ ડીલીટનું છે.

આ ફીચરની મદદથી સેન્ડર કોઈપણ મેસેજ ડિલીટ કરી શકે છે, ઘણા લોકો મેસેજ મોકલીને ડિલીટ કરી દે છે.

પરંતુ રિસીવરના મનમાં જિજ્ઞાસા હોય છે કે મેસેજમાં શું હતું, તમે સરળતાથી તેની જાણકારી મેળવી શકો છો.

આ માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી. તમે માત્ર ફોનના એક સેટિંગને ઓન કરીને આ કામ કરી શકો છો.

ડિલીટ મેસેજને વાંચવા માટે Notification Historyને ઓન કરો. આ ફીચર નોટિફિકેશન સેટિંગમાં એડવાન્સના ઓપ્શન પર જઈને મળશે.

આ ફીચરને ઓન કર્યા બાદ ફોન પર આવનારા તમામ નોટિફિકેશનની હિસ્ટ્રી સ્ટોર રહેશે. તમે ડિલીટ મેસેજને પણ ત્યાં જોઈ શકશો.

ધ્યાન રહે કે તેમાં માત્ર 24 કલાકનો ડેટા જ સ્ટોર રહે છે. કોઈ મેસેજ 24 કલાક પહેલા ડિલીટ થયો હશે તો તે નહીં દેખાય.