રેલવે સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટ ખતમ, અહીંથી 1 મિનિટમાં બુક કરો પ્લેટફોર્મ ટિકિટ

રેલ યાત્રી ઘરે બેઠા થોડી જ સેકન્ડમાં અનારક્ષિત ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ બુક કરાવી શકે છે.

પેસેન્જરો કોઈપણ સ્ટેશન માટે અનારક્ષિત ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટ UTS ઓન મોબાઈલ એપના માધ્યમથી લઈ શકો છો.

ભારતીય રેલ દ્વારા ઈન્ટરનેટ કનેક્શનવાળા સ્માર્ટફોન દ્વારા ટિકિટ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. 

આ સુવિધાથી રેલવે યાત્રી ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં નહીં ઊભા રહેવું પડે અને પોતાના મોબાઈલથી સરળતાથી ટિકિટ બુક કરાવી શકે છે.

UTS ઓન મોબાઈલ એપથી ટિકિટ તમે ગમે તેટલા અંતર માટે બુક કરાવી શકો છો. 

પરંતુ રેલવે સ્ટેશન નજીક હોય તો માત્ર પરિસરથી જ ટિકિટ બુક કરાવી શકો છો.