CNG ખતમ થયો તો પેટ્રોલમાં કેટલું દોડશે Bajaj Freedom! જાણો ચલાવવામાં કેટલી સસ્તી પડશે?
બજાજ ઓટોએ 5 જુલાઈએ દુનિયાની પહેલી CNG બાઈક Freedom 125ને લોન્ચ કરી દીધી છે.
કુલ 3 વેરિએન્ટ્સમાં આવતી નવી બજાજ ફ્રીડમ 125ની શરૂઆતની કિંમત 95,000 એક્સ-શો રૂમ રૂપિયા છે.
બાઈકમાં કંપનીએ ડ્યુઅલ ફ્યુલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એટલે કે બાઈક પેટ્રોલ અને CNG બંને મોડમાં ચાલશે.
આ વચ્ચે સવાલ એ થાય છે કે જો બાઈકમાં CNG ખતમ થઈ જાય, તો પેટ્રોલ પર તે કેટલા કિલોમીટર સુધી દોડી શકે છે?
કંપનીએ બાઈકમાં 2 લીટરની પેટ્રોલ ટેંક અને 2 KG CNG ટેન્ક આપી છે. કંપનીનો દાવો છે કે CNG+પેટ્રોલમાં બાઈક 330 KM સુધી ચાલશે.
બજાજ ફ્રીડમ બાઈક પેટ્રોલ મોડમાં ફુલ ટેંકમાં 130 કિમી સુધી ચાલશે. એટલે કે પેટ્રોલ મોડમાં તે 65ની એવરેજ આપશે.
જ્યારે CNG મોડમાં બાઈત પ્રતિ કિલોએ 102 કિલોમીટર સુધીની મુસાફરી કરવામાં સક્ષમ છે.
બાઈકમાં સીટની નીચે CNG સિલિન્ડર આપેલું છે, જેનું વજન 16 કિલો છે. જ્યારે CNG ભરાવ્યા બાદ તે 18 કિલો થઈ જાય છે.
બજાજ ફ્રીડમનું કુલ વજન 147 કિલો છે, તે બજાજ CT 125X ની સરખામણીએ 16 કિલો વધારે છે.
દીપિકા પાદુકોણને દીકરો થશે કે દીકરી? જ્યોતિષે કરી ભવિષ્યવાણી!
Related Stories
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ