Airtelનો ધાંસુ રિચાર્જ પ્લાન, માત્ર 9 રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

એરટેલે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા વેલ્યુ ફોર મની પ્લાન લૉન્ચ કર્યા છે. કંપનીએ એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે, જેની કિંમત માત્ર 9 રૂપિયા છે.

આ રિચાર્જમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળે છે. આ એક ડેટા વાઉચર છે અને તેમાં તમને કોઈ સર્વિસ વેલિડિટી નથી મળતી.

9 રૂપિયામાં અનલિમિટેડ ડેટા? સાંભળવામાં કેટલો સસ્તો લાગે છે, પરંતુ આ પ્લાનની હકીકત તેની ડિટેલ્સમાં છુપાયેલી છે.

Airtelના આ પ્લાનમાં યુઝર્સને માત્ર 1 કલાકની વેલિડિટી માટે ડેટા મળે છે. કેટલાક લોકોને આ પ્લાન પસંદ આવશે અને કેટલાકને નહીં.

ધ્યાન આપો કે આ પ્લાનમાં FUP લિમિટ પણ છે. યુઝર્સને માત્ર 10 જીબી ડેટા જ હાઈ-સ્પીડ મળશે. આ પછી સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે.

આ પ્લાન તે લોકો માટે સારો એપ્શન છે, જેમને કોઈ મોટી ફાઈલ ડાઉનલોડ કરવાની છે અને તેમને એક્ટ્રા ડેટાની જરૂર છે.

હાલમાં, જો તમે 10GB ડેટા સાથે ડેટા વાઉચર ખરીદવા માંગો છો, તો તમારે લગભગ 100 રૂપિયા ખર્ચવા પડશે.

જોકે, આ પ્લાનમાં તમને માત્ર 9 રૂપિયામાં 10 જીબી ડેટા મળી જશે. આ ડેટા એક કલાક માટે જ ઉપલબ્ધ છે.