કેટલા કલાક બાદ બંધ કરી દેવું જોઈએ AC?

ગરમીથી બચવા માટે લોકો ACનો વધારે ઉપયોગ કરે છે.

પરંતુ તમારે એ જાણવું જોઈએ કે આખરે તમારે કેટલા કલાક AC ચલાવવું જોઈએ.

જો તમે વધારે સમય સુધી AC ચલાવશો તો તેનાથી આગ પણ લાગી શકે છે.

AC વધારે સમય સુધી ચાલું રાખવાથી ગરમ થઈ જાય છે. તેને પણ આરામની જરૂર હોય છે.

એક દિવસમાં જો તમે 13-14 કલાક AC ચલાવી રહ્યા છો તો તેને વચ્ચે-વચ્ચે બંધ કરી દેવું જોઈએ.

એસી બંધ ન કરવાથી તમને પરેશાની થઈ શકે છે. તમારા ACમાં આગ લાગી શકે છે.

વધારે સમય સુધી AC ચલાવ્યા બાદ તે ગરમ થઈ જાય છે. તેને ઠંડુ કરવા માટે બંધ કરી દેવું જોઈએ.

આ સિવાય સમયસર ACની સર્વિસ કરાવવી જોઈએ. સર્વિસ કરાવવાથી AC સારી રીતે કુલિંગ કરે છે.