iPhone 15 પર તગડું ડિસ્કાઉન્ટ, ખરીદવાનું ચૂકતા નહીં
જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક હોઈ શકે છે. Vijay Sales ખાતે ચાલી રહેલા Apple Days Saleમાં આકર્ષક ઓફર્સ મળી રહી છે.
તમે આ ફોનને કેટલાક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. કંપનીએ ગયા વર્ષે 79,900 રૂપિયાની શરૂઆતી કિંમતે iPhone 15 લૉન્ચ કર્યો હતો.
જોકે, વિજય સેલ્સ પર આ ડિવાઈસ હાલમાં 70,990 રૂપિયાની કિંમત પર લિસ્ટ છે. આ સિવાય તમને બેંક ઓફર પણ મળી રહી છે.
તમામ ઓફર્સ બાદ તમે આ ફોનને 64,900 રૂપિયામાં ખરીદી શકો છો. આના પર 6 હજાર રૂપિયાનું બેંકનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ ઓફર ICICI Bank અને SBI કાર્ડ પર મળી રહી છે. તમે ઓફર્સ બાદ આ ફોનને 15 હજાર રૂપિયા ઓછામાં ખરીદી શકો છો.
આ કિંમત પર આ ફોન સારો ઓપ્શન છે. આ સિવાય તમે સેલથી iPhone 15 Plusને પણ સસ્તામાં ખરીદી શકો છો. આના પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Apple Days Saleમાં iPhone 15 Pro પર પણ ઓફર છે. તેને તમે 1,23,990 રૂપિયામાં ખરીદી શકો છો. તેના પર 3000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ છે.
આ રીતે તમે iPhone 15 Pro Maxને પણ સસ્તામાં ખરીદી શકો છો. તેને પર પણ બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જણાવી દઈએ કે સેલ 16 જૂન સુધી ચાલશે.
સેલમાં iPhoneના સિવાય iPad અને MacBook સહિત અન્ય એપલ પ્રોડક્ટ્સ પર પણ ડિસ્કાઉન્ટ છે. તેના પર પણ Vijay Salesથી સસ્તામાં ખરીદી શકશો.
અદાણી સાથે શાહરૂખ ખાન, અંબાણી સાથે અક્ષય કુમાર...જુઓ ખાસ PHOTOs
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
Airtel નું સૌથી સસ્તું રિચાર્જ, અનલિમિટેડ કોલ અને 3GB ડેટા સાથે
Airtelનો જોરદારનો પ્લાનઃ એક રિચાર્જમાં ચાલશે 4 લોકોના ફોન
સ્વતંત્રતા દિવસ પર ધમાકેદાર લોન્ચિંગ! એક SUV અને બે બાઇક મચાવશે ધૂમ