9 june 2024
આજે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ઘણા સેલેબ્સ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પણ મેનેજર પૂજા દદલાની સાથે શપથ સમારોહમાં ભાગ લીધો હતો
શાહરૂખ ઈવેન્ટમાં અદાણીના ચેરમેન ગૌતમ અદાણી સાથે વાત કરતો જોવા મળ્યો હતો
શાહરૂખનો લો પોની ટેલ લુક એકદમ શાનદાર લાગતો હતો, તેણે નેહરુ કોલરવાળો સૂટ પહેર્યો હતો
તેમની સાથે ઉભેલા અભિનેતા અક્ષય કુમાર અનંત અંબાણી સાથે વાત કરતા હાથ મિલાવતા જોવા મળ્યા હતા
અક્ષય કુમાર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો, અભિનેતા પિંક શેડનો શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
શપથ ગ્રહણ સમારોહની વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ ખાન અને અક્ષય કુમાર એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે
રવિના ટંડન પણ સમારોહનો ભાગ બની હતી, ગોલ્ડન સાડી સાથે સિંદૂર અને ગજરા પહેરેલો રવિનાનો ભારતીય લૂક દિલ જીતી રહ્યો છે
હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ-અભિનેત્રી કંગના રનૌત પણ તેના મૂવી સ્ટાર લૂકમાં ઝળહળતી જોવા મળી હતી
રજનીકાંતે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા અને સમારોહનો ભાગ બન્યા