'હું રોહિતને એક વર્ષ વધુ...', હાર્દિકને IPL પહેલા યુવરાજ સિંહે ચેતવ્યો
5 jan 2023
રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની કેપ્ટનશીપમાં 5 વખત IPL ટ્રોફી જીતાડી, પરંતુ આ વખતે તે પ્લેયર તરીકે રમતા જોવા મળશે.
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે, ગત સીઝનમાં હાર્દિકે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરી હતી.
રોહિતને કેપ્ટનશીપથી હટાવવા મામલે દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહનું નિવેદન સામે આવ્યું છે.
યુવરાજે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીતમાં જણાવ્યું કે, રોહિત શર્મા 5 વખત IPL ચેમ્પિયન છે, તેને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય મોટો છે.
યુવીએ કહ્યું, મને પૂછો તો હું રોહિતને એક સીઝન IPL કેપ્ટન આપું. હાર્દિકને વાઈસ કેપ્ટન બનાવું. પછી ફ્રેન્ચાઈઝી કેવી રીતે કામ કરે છે તે જોઉં.
યુવરાજે કહ્યું-ફ્રેન્ચાઈઝીની દ્રષ્ટિએ જોઈએ તો ભવિષ્ય જોતા તે આવું કરી રહી છે. હાર્દિક ટેલેન્ડેટ ખેલાડી છે.
હાર્દિકને યુવરાજે ચેતવ્યો અને કહ્યું, ગુજરાત અને મુંબઈની કેપ્ટનશીપમાં અંતર છે, કારણ કે અહીં ઉમ્મીદ વધારે છે.
યુવરાજે કહ્યું- મુંબઈ ઈન્ડિયન્સ મોટી ટીમ છે અને 5 વખતની ચેમ્પિયન છે. એવામાં હાર્દિક પર ક્વોલિફાય કરવાનું પ્રેશર રહેશે.
અંબાણી પરિવાર સાળંગપુરના કષ્ટભંજનદાદાના શરણે, પૂજા કરીને મેળવ્યા આશીર્વાદ
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
મનુ ભાકર-નીરજ ચોપરા કરશે લગ્ન? વાયરલ વીડિયો બાદ શૂટરના પિતાએ જુઓ શું કહ્યું