કોણ છે સચિન તેંડુલકરના દીકરાના ગુરુ?

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરાનું નામ અર્જુન તેંડુલકર છે. અર્જુન તેંડુલકર પણ પિતાની જેમ પોતાનું ક્રિકેટમાં કરિયર બનાવવા માંગે છે.

અર્જુન તેંડુલકર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમે છે. અર્જુન તેંડુલકરના ગુરુ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ છે. 

અર્જુન તેંડુલકરને પહેલીવાર 2022માં યોગરાજસિંહે ચંડીગઢમાં ટ્રેનિંગ લેતા જોયા હતા.

યોગરાજ સચિનના દીકરાને ટ્રેનિંગ સેશન દરમિયાન લાંબા-લાંબા શોટ્સ લગાવનો અભ્યાસ જરૂર કરાવે છે.

અર્જુન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂને લઈને ખૂબ જ ઉત્સુક છે. પરંતુ તેમને હજુ સુધી સફળતા મળી શકી નથી. 

યોગરાજસિંહે યુવરાજસિંહને પણ ટ્રેનિંગ આપી હતી. યુવરાજસિંહ તેમના પિતાને જ કોચ માને છે.

યુવરાજસિંહ માત્ર 2 વર્ષના હતા, જ્યારે યોગરાજસિંહે તેમને ક્રિકેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી.

યોગરાજસિંહના કરિયરની વાત કરીએ તો તેમણે ટેસ્ટ મેચ અને 6 વનડે મેચ રમી હતી.

આ દરમિયાન ટેસ્ટમાં 1 વિકેટ લીધી છે. તો વનડેમાં 4 વિકેટ લીધી છે.