3 June 2024
ભારતીય બજારમાં હંમેશા Family Car કારની માંગ રહી છે, આ કિસ્સામાં MPV કાર સૌથી યોગ્ય માનવામાં આવે છે
જોકે એમપીવી સેગમેન્ટમાં મારુતિ અર્ટિગા અને ટોયોટા ઈનોવા ઓલટાઈમ ફેવરિટ માનવામાં આવે છે પરંતુ લગભગ 27 મહિના પહેલા બીજી કાર માર્કેટમાં આવી જેમણે ધૂમ મચાવી છે
Kia Carens નો આકર્ષક દેખાવ અને દમદાર ફીચર્સથી સજ્જ આ કારે હવે નવો રેકોર્ડ બનાવ્યો છે
ફેબ્રુઆરી 2022 માં કંપનીએ પ્રથમ વખત ભારતીય બજારમાં Kia Carens લોન્ચ કરી હતી. આ કાર બે લેઆઉટમાં આવે છે, 6-સીટર અને 7-સીટર.
પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે આવતી આ કારની કિંમત 10.52 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 19.67 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે.
કંપનીનું કહેવું છે કે લગભગ અડધા ખરીદદારોએ કિયા કેરેન્સના હાયર અને મિડ-લેવલ વેરિઅન્ટ્સ પસંદ કર્યા છે. જેમાં સનરૂફ, વેન્ટિલેટેડ સીટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સિવાય સૌથી વધુ 57 ટકા લોકોએ પેટ્રોલ વેરિએન્ટ પસંદ કર્યું છે અને બાકીના 43 ટકા લોકોએ ડીઝલ વેરિએન્ટ ખરીદ્યું છે.
આ કાર 6-સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ iMT અને 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. જેમાં અંદાજે 62 ટકા લોકોએ મેન્યુઅલ વેરિઅન્ટ પસંદ કર્યું છે.
કિયા ઇન્ડિયાના ચીફ સેલ્સ અને બિઝનેસ ઓફિસર મ્યુંગ-સિક સોહને જણાવ્યું હતું કે, "કેરેન્સ ભારતીય પરિવારોમાં લોકપ્રિય બની છે. હવે તે અમારા માસિક સ્થાનિક વેચાણમાં લગભગ 15% હિસ્સો ધરાવે છે."
કંપનીએ Kia Carens ના લગભગ 17,000 યુનિટ અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કર્યા છે. જોકે, 1.5 લાખ યુનિટના વેચાણમાં આ આંકડો સામેલ કરવામાં આવ્યો નથી.