ડેવિડ વોર્નરની પત્ની શું કરે છે?

દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) તેમની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે.

ડેવિડ વોર્નર પરિણીત છે અને ત્રણ બાળકોના પિતા છે. ડેવિડ વોર્નરના પત્નીનું નામ કેન્ડિસ (Candice Warner) છે.

કેન્ડિસ વોર્નર ડેવિડ વોર્નરની જેમ જ એથલીટ છે. તેઓ આયર્નવુમન ચેમ્પિયન રહી ચૂક્યા છે.

વર્ષ 2008માં કેન્ડિસ વોર્નરે ન્યુટ્રીજેન આયર્નમેન એન્ડર આયર્નવુમન સિરીઝમાં પણ સ્થાન મેળવ્યું હતું.

એટલું જ નહીં કેન્ડિસ વોર્નરે સ્પોર્ટ્સ એન્કર તરીકે પણ ઘણું નામ કમાવ્યું છે.

કેન્ડિસ અને ડેવિડે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને રિલેશનશિપમાં હતા.

કેન્ડિસ વોર્નર સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેમને તેમના પતિ સાથે રીલ્સ બનાવવાનું પણ પસંદ છે.

ડેવિડ વોર્નરની પત્ની ખરેખર કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી. કેન્ડિસની ફિટનેસ જોવા જેવી છે.

કેન્ડિસ ફેશન ટ્રેન્ડને પણ સારી રીતે ફોલો કરવાનું જાણે છે, આ જ કારણ છે કે તેઓ આટલા ગ્લેમરસ દેખાય છે.