વિરાટ-અનુષ્કાએ ટર્કીશ શબ્દ પર પાડ્યું છે દીકરાનું નામ, જાણો શું થાય છે અકાયનો મતલબ

સ્ટાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બીજી વાર માતા-પિતા બન્યા છે.

બંનેએ પેરેન્ટ્સ બનવાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી. વિરાટ-અનુષ્કાએ દીકરાનું નામ અકાય (Akaay) રાખ્યું છે.

દીકરાનું નામ સામે આવ્યા બાદ બધા જાણવા માંગે છે કે આ યુનિક નામનો શું મતલબ થાય છે.

'અકાય' નામ સંસ્કૃત ભાષાથી લેવાયું છે અને તેનો અર્થ છે 'અમર' અથવા 'નષ્ટ ન થાય તેવું'.

આ ઉપરાંત તુર્કીમાં આ નામનો અર્થ 'ચમકતો ચંદ્ર' અથવા 'ચંદ્રમાની ચમક' થાય છે.

વિરાટ-અનુષ્કાની દીકરીની વાત કરીએ તો તેનું નામ વામિકા છે. વામિકાનો મતલબ દેવી દુર્ગા થાય છે.

વામિકાની રાશિ મકર છે અને અકાયની રાશિ કુંભ છે.