આ છે કોહલીનું ફેવરિટ ટૂરિસ્ટ પ્લેસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટર્સમાંથી એક છે.

વિરાટ કોહલીને ક્રિકેટમાંથી જ્યારે સમય મળે છે ત્યારે તેઓ તેમના પત્ની અને બાળકોની સાથે અલગ-અલગ જગ્યાએ ફરવા જવાનું પસંદ કરે છે.

આજે અમે આપને વિરાટ કોહલીના ફેવરેટ ટૂરિસ્ટ પ્લેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ વિરાટ કોહલીની પસંદ શું છે?

વિરાટ કોહલીને ન્યૂઝલેન્ડ ખૂબ જ પસંદ છે. તેઓને ત્યાંનું હવામાન ખૂબ પસંદ આવે છે.

વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડનું ક્વીન્સટાઉન (Queenstown) શહેર ખૂબ જ આકર્ષિત કરે છે.

ટીમ ઈન્ડિયાના આ અનુભવી બેસ્ટમેનને ઘણીવાર ક્વીન્સટાઉન શહેરમાં રજાઓ માણતા જોવા મળ્યા છે.

જણાવી દઈએ કે,  ક્વીન્સટાઉનને વિશ્વનું સૌથી એડવેન્ચરસ પ્લેસ માનવામાં આવે છે.

અહીંની પ્રાકૃતિક સુંદરતા કોઈનું પણ મન મોહી લે છે, ખાસ કરીને પહાડ અને નદીઓ.

ક્વીન્સટાઉન ઉપરાંત વિરાટ કોહલી સ્પેનમાં બાર્સિલોનાને પોતાનું પ્રિય હોલીડે ડેસ્ટિનેશન જણાવી ચૂક્યા છે.