23 MAY 2024
મારુતિ સુઝુકીએ તાજેતરમાં બજારમાં તેની પ્રખ્યાત કાર SWIFTનું નવું મોડલ લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત 6.49 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે
હવે કંપનીએ મારુતિ સ્વિફ્ટની નવી એપિક એડિશન લોન્ચ કરી છે, જે મૂળભૂત રીતે એન્ટ્રી લેવલ 'LXi' ટ્રીમ પર આધારિત છે
એન્ટ્રી લેવલ વેરિઅન્ટ પર આધારિત હોવા છતાં, આ નવી એપિક એડિશનમાં ડીલરશીપ દ્વારા ઘણી એડવાન્સ એસેસરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે
આ એક્સેસરીઝ આ કારને વધુ ફીચરથી ભરપૂર બનાવે છે, આ એક્સેસરીઝ પેકેજના સમાવેશ બાદ તેને 'એપિક એડિશન' નામ આપવામાં આવ્યું છે
તમને જણાવી દઈએ કે Swift LXi વેરિઅન્ટમાં સેન્ટ્રલ લોકિંગ, રિમોટ લોકિંગ, તમામ દરવાજા માટે પાવર વિન્ડો, LED ટેલલાઇટ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, રિયર ડિફોગર, 6 એરબેગ્સ અને હિલ આસિસ્ટ જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે
કંપની સ્વિફ્ટની નવી એપિક એડિશનમાં 26 નવી એક્સેસરીઝનો સમાવેશ કરી રહી છે, રિપોર્ટ અનુસાર, આ પેકેજ માટે ગ્રાહકોએ અલગથી 67,878 રૂપિયા ખર્ચવા પડશે.
નવી એપિક એડિશનમાં પિયાનો ગ્લોસ બ્લેક ગ્રિલ, ડેશબોર્ડ પર OEM સ્વિચ સાથે LED ફોગ લેમ્પ્સ, ફ્રન્ટ ક્વાર્ટર પેનલ ડેકલ્સ, બોનેટ ડેકલ્સ અને રૂફ સ્ટ્રીપ્સ મળે છે
આ ઉપરાંત આ પેકેજમાં પાયોનિયરની 7.0 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4 સ્પીકર આપવામાં આવી રહ્યા છે
નવી SWIFTમાં, કંપનીએ 1.2 લિટર ક્ષમતાનું 3-સિલિન્ડર Z-સિરીઝ એન્જિન આપ્યું છે, આ એન્જિન 80 bhpનો પાવર અને 112 Nmનો ટોર્ક જનરેટ કરે છે