રાજકોટમાં ઈંગ્લેન્ડને સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે 434 રનના માર્જીથી મોટી જીત મેળવી હતી.
મેચ બાદ ભારતીય ટીમ રાજકોટની સયાજી હોટલ પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
હોટલમાં પ્રવેશ કરતા ખેલાડીઓનું ગુજરાતની ઓળખ એવા ગરબાથી સ્વાગત થયું હતું.
મેન ઓફ ધ મેચ રવિન્દ્ર જાડેજા અને ડબલ સેંચ્યુરી મારનાર યશસ્વી જયસ્વાલ દ્વારા કેક પણ કટ કરવામાં આવી હતી.
ખાસ છે કે, મેચમાં રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ લીધી હતી.
તો યશસ્વી જયસ્વાલે પણ બીજી ઈનિંગ્સમાં 214 રનની ઈનિંગ્સ રમી હતી, જેમાં 12 છગ્ગા માર્યા હતા.
ભારત હાલ 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 2-1થી લીડથી આગળ છે, જ્યારે આગામી બે ટેસ્ટ રાંચી અને ધર્મશાળામાં રમાશે.