TaTa Punch ને ટક્કર મારવા આવી ગઈ નવી Swift Car, 35kmpl એવરેજની સાથે મળશે ધાંસુ ફીચર્સ

મારુતિ સુઝુકી ટૂંક સમયમાં નવી સ્વિફ્ટ કારને લોન્ચ કરવા જઈ રહી છે. નવી સ્વિફ્ટની ડિઝાઈન કંપનીએ આકર્ષક બનાવી છે. આની સૌથી ખાસ વાત તેની એવરેજ છે. 

નવી મારુતિ સ્વિફ્ટમાં ઘણા નવા અને એડવાન્સ ફીચર્સ મળશે. તેમાં 9 ઈંચની ફ્રી સ્ટેન્ડિંગ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટીનો સપોર્ટ કરે છે.

આ સાથે જ ગાડીમાં સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્ટાઈલિશ ડિઝાઈનવાળા મલ્ટીફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ અને નવા એચવીએસી કંટ્રોલ સામેલ છે. 

આ સિવાય ટોક્યો મોટર શૉમાં પ્રદર્શિત સ્વિફ્ટમાં ADAS (Advanced Driver Assidtance Systems) ફીચર પણ છે.

ADAS ગાડીને સેફ્ટી અને ડ્રાઈવિંગ એક્સપીરિયન્સમાં સુધારો કરવામાં મદદ કરે છે. 

નવી સ્વિફ્ટના પાવરટ્રેન તરીકે કંપનીએ એક નવું 1.2L, 3- સિલિન્ડર પેટ્રોલ એન્જિન રજૂ કર્યું છે. જેમાં 48V સેલ્ફ-ચાર્જિંગ હાઈબ્રિડ ટેકનોલોજી છે.

આ એન્જિન 82bhpના પાવર અને 108Nmના પીક ટોર્કની સાથે આવે છે અને CVT ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ઉપલબ્ધ છે.

કંપની દ્વારા હાઈબ્રિડ સેગમેન્ટની અંદર આવતી મારુતિ સ્વિફ્ટ 2024ને લગભગ 8 લાખ રૂપિયાથી લઈને 12 લાખ રૂપિયાના બજેટમાં લોન્ચ કરી શકાય છે. 

હાઈબ્રિડ અને નોન હાઈબ્રિડ વર્ઝનની કિંમતોમાં 2-2.5 લાખનું અંતર હોઈ શકે છે.

ગૈસોલીન એન્જિન મોડલની સાથે જ તેનું હાઈબ્રિડ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યા અનુસાર, પેટ્રોલ એન્જિન 23.40 કિમી/લિટર એવરેજ અને હાઈબ્રિડ એન્જિન 35 કિમી/લિટર એવરેજ આપશે.