સાક્ષી ભાભી બાદ ધોનીએ માત્ર મને... જાડેજાએ જાહેરમાં માહીને ચીડાવ્યો

IPL 2024ની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની શરૂઆતની બંને મેચ જીતી લીધી છે.

આ બાદ એક પ્રમોશનલ ઈવેન્ટમાં પૂર્વ કેપ્ટન ધોની, રવિન્દ્ર જાડેજા અને અન્ય પ્લેયર જોવા મળ્યા હતા.

આ દરમિયાન IPL 2023ની ફાઈનલને યાદ કરાઈ, જ્યારે છેલ્લા 2 બોલમાં ચેન્નઈને 10 રનની જરૂર હતી.

ત્યારે ગુજરાત ટાઈટન્સ સામે મોહિત શર્માની ઓવરમાં જાડેજાએ એક છગ્ગો અને એક ચોગ્ગો મારીને CSKને જીત અપાવી હતી.

પછી ધોનીએ ખુશીમાં જાડેજાને ઉચકી લીધો હતો. આ બાદ તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

હવે આ મામલે જાડેજાએ જાહેરમાં ધોનીને ચીડાવતા કહ્યું- મને લાગે છે કે સાક્ષી ભાભી બાદ હું એકલો વ્યક્તિ છું, જેને માહી ભાઈએ ઉચક્યો હતો.

જાડેજાની આ વાત સાંભળી બધા હસવા લાગે છે. હાલ IPL 2024ની કેપ્ટનશીપ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને સોંપી છે.