MIના બોલર્સની ધોલાઈ થતા રોહિતે સંભાળી કેપ્ટનશીપ, પંડ્યાને બાઉન્ડ્રી પર મોકલ્યો, VIDEO
IPLની 27 માર્ચે રમાયેલી મેચ ઐતિહાસિક રહી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રોમાંચક રહી.
સનરાઈઝર્સની ટીમે IPLનો સૌથી મોટો 277 રનનો સ્કોર બનાવ્યો. આ બાદ મુંબઈની ટીમ 246 રન બનાવીને મેચ હારી ગઈ.
આ સીઝનમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ મળી છે. આ સીઝનમાં મુંબઈ હજુ જીતનું ખાતું ખોલી શકી નથી.
જોકે બીજી મેચનો એક વીડિયો સો.મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત ટીમની કમાન સંભળતા દેખાય છે.
વીડિયોમાં રોહિત કમાન્ડ આપીને પંડ્યાને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ માટે મોકલે છે. આ વીડિયો પર ફેન્સ હાર્દિકને ટ્રોલ કરી રહ્યા છે.
કેટલાક યુઝર્સે કમેન્ટ કરી કે ટીમની ધોલાઈ થતા રોહિતે આગળ આવીને કેપ્ટનશીપ સંભાળવી પડી.
આ પહેલાની મેચમાં હાર્દિક પંડ્યાએ ફિલ્ડિંગ માટે રોહિતને બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. જે ફેન્સને પસંદ નહોતું આવ્યું.
IPL: SRH ની માલકીન સામે અભિનેત્રીઓ પણ લાગે છે ઝાંખી, જુઓ Photos
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
'12 રન અને 2 વિકેટ...', ઇશાન કિશને કરી વાપસી, હારેલી બાજી જીતાડી
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!