M.S Dhoni ની પત્નીનો સાસુ સાથે કેવો છે સંબંધ?
ઈન્ડિયન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીની પોતાની એક ઓળખ છે. તેઓ ફિલ્મ પ્રોડ્યુસર પણ છે.
એક ઈવેન્ટ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેવી રીતે તેઓ કામની સાથે-સાથે ઘરનું પણ ધ્યાન રાખે છે.
સાથે જ સાક્ષી ધોનીએ તેમના અને સાસુ દેવકી સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમના સંબંધો એકદમ બહેનપણી જેવા છે.
સાક્ષીએ કહ્યું- માહીની માતા ખૂબ જ સ્ટ્રિક્ટ છે. મારી તેમની સાથે પહેલીવાર મુલાકાત લગ્નના એક દિવસ પહેલા જ થઈ હતી.
તો આજની તારીખમાં... નજર ન લાગે, અમારી વચ્ચે ખૂબ જ સારો બોન્ડ છે. અમે બહેનપણીની જેમ જ રહીએ છીએ. અમે દરેક વાત શેર કરીએ છીએ.
જ્યારે મારા લગ્ન થયા હતા, ત્યારે અમે અજાણ્યા હતા. માહી અમારી સાથે નહોતા, તેઓ મેચના કારણે બહાર રહેતા હતા.
તેમણે કહ્યું કે, પરંતુ મારા સાસુએ મને ઘણો સપોર્ટ કર્યો, આજે પણ અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે.
સાક્ષી ધોનીએ લેટ્સ ગેટ મેરિડ, ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી ફિલ્મો અને ટીવી સિરીઝ પ્રોડ્યૂસ કરી છે.
AC ચાલુ કર્યા બાદ પણ ઓછું લાઈટ બીલ આવશે, આ વાતોનું ધ્યાન રાખો
Related Stories
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
ઓલિમ્પિક એથ્લેટ્સને ખાવામાં પીરસાય છે 40 હજાર મીલ, લિસ્ટ જોઈ ચક્કરી ખાઈ જશો
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!