AC ચાલુ કર્યા બાદ પણ ઓછું લાઈટ બીલ આવશે, આ વાતોનું ધ્યાન રાખો

ગરમીની શરૂઆત થઈ દઈ છે અને કેટલાક ઘરોમાં ACનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. જોકે ACનો ઉપયોગ કરવાથી લાઈટ બીલ વધી જાય છે.

જો તમે પણ વધતા વીજળી બીલ વધતા પરેશાન હોય તો તેને ઘટાડવા માટે કેટલાક ખાસ ટિપ્સ અજમાવી શકો છો.

સૌથી પહેલા તમારે યોગ્ય AC પસંદ કરવું પડશે. જો તમે નવું AC ખરીદો તો ધ્યાન રાખો કે તે રૂમની સાઈઝ મુજબ હોય.

એટલે 100 ચો.ફૂટના રૂમ માટે 1 ટન, 150 ચો. ફૂટના રૂમ માટે 1.5 ટન અને તેનાથી મોટા રૂમ માટે 2 ટનના ACની જરૂર હોય છે.

ગરમીની સીઝન શરૂ થતા ACની સર્વિસ કરાવી લેવી જોઈએ. કારણ કે આખી સીઝન AC બંધ રહેવાથી તેમાં કચરો જમા થઈ જાય છે.

ACના ફિલ્ટરને સાફ રાખો અને તેને બદલતા રહો. તેનાથી તમને સારી કૂલિંગ ઓછા સમયમાં મળશે. ફિલ્ટર સાફ રહેવાથી એર ફ્લો સારો મળે છે.

સૌથી જરૂરી વાત ACને યોગ્ય તાપમાન પર ઉપયોગ કરવો. જો તમે ACને 24 ડિગ્રી પર રાખો તો વીજળીમાં બચત થઈ શકે છે.

BEE (બ્યૂરો ઓફ એનર્જી એફિશિઅન્સી) મુજબ 24 ડિગ્રી પર ACનો ઉપયોગ કરીને વીજળી વપરાશને 24 ટકા સુધી ઘટાડી શકાય છે.