હાર્દિકના ભાઈને લાગ્યો ઝટકો, IPL પહેલા લખનઉએ કર્યો મોટો ફેરફાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝન 22 માર્ચથી ભારતમાં યોજાવાની છે. 

IPL 2024ની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સે (LSG)ની લીડરશીપમાં મોટો ફેરફાર કર્યો છે.

લખનઉ સુપર જાયન્ટ્સે કેરેબિયન બેટર નિકોલસ પૂરનને આગામી સીઝન માટે વાઈસ કેપ્ટન જાહેર કર્યો છે.

પૂરને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાની જગ્યા લીધી છે. એક કાર્યક્રમમાં કે.એલ રાહુલે પૂરનને વાઈસ કેપ્ટનની જર્સી સોંપી.

IPL 2023માં કેએલ રાહુલના બહાર થયા બાદ કૃણાલ પંડ્યાને કેપ્ટનશીપની જવાબદારી સોંપાઈ હતી.

કૃણાલને કેપ્ટન તરીકે લખનઉ માટે 6 મેચ રમી. જેમાંથી 3 મેચમાં જીત અને 2માં હાર મળી. જ્યારે એક મેચ ટાઈ રહી.

પૂરણે IPL 2024માં LSG માટે 15 મેચમાં 358 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી સામેલ હતી.

લખનઉ સુપર જાયન્ટ્સને આશા છે કે કે.એલ રાહુલ IPL 2024ની શરૂઆત પહેલા ફિટ થઈ જશે.