શાનદાર પેઈન્ટર છે દીપક ચહરની બહેન માલતી, નેઈલ પેન્ટથી બનાવી પેઈન્ટિંગ

ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.

વ્યવસાયે એક્ટ્રેસ માલતીને 'બ્યૂટી વિથ બ્રેન'નું પરફેક્ટ ઉદાહરણ માની શકાય છે.

માલતીને એક્ટિંગ ઉપરાંત પેઈન્ટિંગ પણ પસંદ છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની પેઈન્ટિંગ્સ પણ શેર કરતી રહે છે.

   તાજેતરમાં જ માલતીએ એક એવી પેન્ટિંગ શેર કરી, જેને તેણે નેલ પેઈન્ટ દ્વારા બનાવી હતી.

દીપક ચહરની બહેન અલગ-અલગ રીતે પેઈન્ટિંગ બનાવવાનું વધારે પસંદ કરે છે.

એક્ટિંગ અને પેઈન્ટિંગ ઉપરાંત દીપક ચહરની બહેન મોડલિંગ પણ કરે છે.

માલતીના ઈન્સ્ટાગ્રામ પર નજર કરી તો જાણવા મળે છે કે તેમને હરવા-ફરવાનો અને કસરત કરવી પણ ગમે છે.

તેણી ઘણીવાર સ્ટેડિયમમાં તેના ભાઈ અને ટીમને ચીયર કરતી જોવા મળે છે. ઉત્સાહિત કરતી જોવા મળે છે.

દીપક પણ બહેનની સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે. તેઓ ઘણીવાર બહેન સાથે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.