'પાકિસ્તાની ખેલાડીઓ પણ રમી શકે છે IPL', આ દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન
22 માર્ચથી IPL શરૂ થવા જઈ રહી છે. IPL ટુર્નામેન્ટમાં એકવાર 2008માં જ પાકિસ્તાની ખેલાડીઓ રમ્યા હતા.
આ પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે રાજકીય તણાવના કારણે કોઈ પાકિસ્તાની ખેલાડી IPL નથી રમી શક્યા.
ભારતીય ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આ અંગે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી ઝહીર અબ્બાસનું નિવેદન આવ્યું છે.
અબ્બાસે કહ્યું કે પાકિસ્તાની ખેલાડી પણ IPLમાં રમી શકે છે, માત્ર બંને સરકારોએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરવાના છે.
અબ્બાસે સ્પોર્ટ્સ નાઉને કહ્યું કે, પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ નવા વડાપ્રધાન બન્યા છે. ભારતમાં પણ લોકસભાની ચૂંટણી યોજાવાની છે.
તેમણે કહ્યું કે, ચૂંટણી પછી બંને સરકારોએ સાથે બેસીને મામલો ઉકેલવો જોઈએ. પછી હું જોઉં છું કે આ ટીમો એકબીજાની સાથે કેમ નથી રમતી.
ઝહીર અબ્બાસ અબ્બાસે કહ્યું કે બંને સરકારોએ પોતાના ઈરાદા સ્પષ્ટ કરવાના છે. આ પછી ભારતીય ટીમ પણ પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે છે.
ચહેરો બનશે ગોરો અને ચમકદાર, આ રીતે મેથીના દાણાનો કરો ઉપયોગ
Related Stories
YouTube પર એન્ટ્રી કરતા જ 1 કલાકમાં રોનાલ્ડોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
વિનેશ ફોગાટને કયા વિભાગમાં મળશે નોકરી?
લોહી કાઢ્યું, વાળ-નખ કાપ્યા....છતાં વજન સામે હારી Vinesh Phogat
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS