ચહેરો બનશે ગોરો અને ચમકદાર, આ રીતે મેથીના દાણાનો કરો ઉપયોગ
મેથીના દાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ઘણા લોકો ચેહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિવિધ પ્રકારના કેમિકલયુક્ત બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.
ચાલો આજે ચહેરાને બેડાઘ બનાવવા માટે મેથીના દાણામાંથી બનતા ફેસપેક વિશે જાણીએ.
એક ચમચી મેથીના દાણાના પાઉડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
આ પેસ્ટને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે હાથોથી મસાજ કરીને તેને હટાવો. બ્લેકહેટ્સની સમસ્યા દૂર થશે.
એક ચમચી મેથીના દાણાનો પાવડર, બે ચપટી હળદર, એક ચપટી લીંબુનો રસ અને ચાર ચમચી ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો.
15થી 20 મિનિટ માટે તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. પછી સાદા પાણીથી ચહેરાને સાફ કરી લો. ડાઘ દૂર થશે અને ચહેરા પર નિખાર આવશે
બે ચમચી મેથીના દાણાનો પાવડર, એક ચમચી દહી, એક ચમચી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને 10 મિનિટ માટે ચહેરા અને ગરદન પર લગાવો. પછી સાદા પાણીથી ચહેરાને સાફ કરો. ચહેરા પર ચમક આવશે.
કોઈપણ ઘરેલું નુસ્ખાને અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
પત્ની નીતા અંબાણીને અહીં ફરવા લઈ જાય છે મુકેશ અંબાણી
Related Stories
ગુલાબી હોઠઃ પ્રિયંકા ચોપરાનો નુસ્ખો વાયરલ
સોનું અસલી કે નકલી? આ રીતે એક મિનિટમાં તપાસો
ટાલ પર ઉગશે નવા વાળ, લગાવો આ જાદુઈ રસ!
ડિનર-બ્રેકફાસ્ટ વચ્ચે આટલો ગેપ જરૂરી, 30 દિવસમાં જુઓ વજનમાં ફેરફાર!