IPL પહેલા ગુજરાત ટાઈટન્સના આ સ્ટાર ક્રિકેટરે લગ્ન કર્યા, પત્ની પણ છે ખેલાડી

IPLની 17મી સીઝનની શરૂઆત આગામી 22 માર્ચથી થવા જઈ રહી છે.

IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સ (GT)ના સ્ટાર ક્રિકેટર ડેવિડ મિલરે લગ્ન કરી લીધા છે.

34 વર્ષના મિલરે આફ્રિકાના કેપટાઉન શહેરમાં કૈમિલા હૈરિસ સાથે લગ્ન કર્યા.

મિલરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે પોતાની દુલ્હનિયા કૈમિલા સાથે ડાંસ કરતા દેખાય છે.

મિલર-કૈમિલાના લગ્નમાં ક્વિન્ટન ડિકોક સહિત આફ્રિકન ક્રિકેટર્સ પણ હાજર રહ્યા હતા.

કૈમિલા હૈરિસ પોલો ખેલાડી છે. મિલરે કૈમિલાને ઓગસ્ટ 2023માં જમ્બેજી નદીના કિનારે પ્રપોઝ કર્યું હતું.

ડેવિડ મિલરે IPL 2022માં ગુજરાત ટાઈટન્સની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.