ઓસ્કાર્સ 2024ના સ્ટેજ પર એવોર્ડ આપવા ન્યૂડ થઈને પહોંચ્યો જોન સીના, મચ્યો હોબાળો

ઓસ્કાર 2024માં ફિલ્મ ઓપનહાઈમરે ભલે સૌથી વધુ એવોર્ડ જીત્યા, પરંતુ ચર્ચા એક્ટર અને રેસલર જોન સીનાની થઈ રહી છે.

આ સેરેમનીમાં બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો એવોર્ડ આપવા જોન સીના ન્યૂડ થઈને પહોંચતા લોકોના હોંશ ઉડી ગયા.

અચાનક જોન સીના સ્ટેજ પાછળ છુપતા દેખાયો અને બાદમાં તે એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવ્યો.

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન કેટેગરીના વિનરનું નામ લઈને જોન સ્ટેજ પર ન્યૂડ થઈને આવ્યો હતો.

જોન સીનાનો નેકેડ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

સેરેમનીમાં હાજર સ્ટાર્સ પણ જોનને આ રીતે જોઈને હસવા લાગ્યા અને એક્ટરની બોડીની પ્રશંસા કરી.

ઓસ્કાર્સ 2024ના બેકસ્ટેજ પર જોન સીનાનો ફોટો સામે આવ્યો છે, જેમાં તે અંડરવિયર પહેરેલો દેખાય છે.