Kaviya Maran થી લઈને Preity Zinta સુધી જાણો આ 5 ટીમોની માલકીનની નેટવર્થ

દેશમાં હાલ IPL 2024 ચાલી રહી છે અને અત્યાર સુધીમાં IPLની આ સિઝનમાં 38 મેચ રમાઈ ચૂકી છે.

દેશભરમાં ક્રિકેટનો જોરદાર માહોલ જામ્યો છે. આ વચ્ચે આજે અમે આપને આઈપીએલ 5 ટીમોની મહિલા માલકિનની નેટવર્થ વિશે જણાવીશું.

આ લિસ્ટમાં ટૉપ પર મુંબઈ ઈન્ડિયન્સના માલકીન નીતા અંબાણી છે, તેમની કુલ સંપત્તિ 23 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે.

કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદના માલકીન છે. તેઓ ભારતના સૌથી યંગ અરબજોપતિમાંથી એક છે અને તેમની નેટવર્થ 409 કરોડ રૂપિયા છે.

આ લિસ્ટમાં શિલ્પા શેટ્ટી ત્રીજા નંબરે છે, રાજસ્થાન રોયલ્સના માલકીન શિલ્પા શેટ્ટીની નેટવર્થ 134 કરોડ રૂપિયા છે.

પંજાબ કિંગ્સના માલકીન પ્રીતિ ઝિન્ટાની કુલ  નેટવર્થ 118 કરોડ રૂપિયા છે અને તેઓ આ લિસ્ટમાં ચોથા નંબરે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર જૂહી ચાવલા આ લિસ્ટમાં પાંચમા નંબર છે, તેમની નેટવર્થ 44 કરોડ રૂપિયા છે.