ડૉક્ટર બનવા માંગતી હતી ધનશ્રી, આ સ્ટારને મળ્યા બાદ બની ડાન્સર

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની આ સમયે એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે એક શખ્સ સાથે જોવા મળી રહી છે.

ધનશ્રીનો આ શખ્સની સાથે આવી રીતે ફોટો પડાવવો ફેન્સને પસંદ આવ્યો નથી. આમ તો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર પ્રતીક ઉતેકર છે અને બંને ઘણીવાર એક સાથે જોવા મળી ચૂક્યા છે.

ધનશ્રી એક શાનદાર ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તેની પોતાની એક ડાન્સ કંપની પણ છે. ડાન્સર બનતા પહેલા તે ડોક્ટર બનવા માંગતી હતી, પરંતુ એક સ્ટારને મળ્યા બાદ તેની કિસ્મત બદલાઈ ગઈ.

ધનશ્રીનું નાનપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું. આ દિવસોમાં ડાન્સિંગ તેની હોબી હતી અને અભ્યાસમાંથી ફ્રી થયા બાદ તે ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી.

પરંતુ બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એક ઋતિક રોશનને મળ્યા બાદ ધનશ્રી એ તેનું કરિયર જ બદલી નાખ્યું.  

ઋતિક રોશન ફિલ્મ 'કોઈ મિલ ગયા'નું શૂટિંગ કરી રહ્યા હતા અને આ દરમિયાન ધનશ્રીની તેમની સાથે મુલાકાત થઈ. જે બાદ તેણે ડાન્સિંગ ક્ષેત્રે કરિયર બનાવવાનું નક્કી કર્યું.

ત્યારબાદ તેણે ફેમસ કોરિયોગ્રાફર શિઆમક ડાવર પાસે ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું અને આજે તે જાણીતી ડાન્સર છે.

જણાવી ધઈએ કે, ધનશ્રી વર્માની પાસે ડીવી પાટિલ યુનિવસિર્ટીમાંથી મેડિકલ સાયન્સમાં ડિગ્રી છે. તેણે અહીંથી જ ડેન્ટિસ્ટનો કોર્સ કર્યો છે.