World Obesity Day 2024: સ્વાસ્થ્ય માટે ખતરો છે મેદસ્વીપણું, આ ગંભીર બીમારીઓ થઇ શકે છે

4 MAR 2024

દર વર્ષે 4 માર્ચના રોજ વિશ્વ મેદસ્વીતા દિવસ ઉજવવામાં આવે છે

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વધેલું વજન ઘણી બિમારીઓનું કારણ બને છે, જેથી મેદસ્વીતા સામે જાગૃતતા ફેલાવાનો છે

વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોને કારણે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની રહી છે

પરંતુ તે અનેક ગંભીર બીમારીઓને આવકારે છે, સમગ્ર વિશ્વમાં અબજો લોકો સ્થૂળતાથી પ્રભાવિત છે

જો તમે સમયસર વજનને કાબૂમાં નહીં રાખો તો મેદસ્વીતા તમારા માટે ગંભીર સાબિત થઈ શકે છે

મેદસ્વીતાને કારણે ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે, શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સ્તર 70 થી 120 મિલિગ્રામથી વધુ ન હોવું જોઈએ, પરંતુ વધતા વજનને કારણે, બ્લડ ગ્લુકોઝનું સ્તર વધે છે

વધતા વજનને કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધી શકે છે. જો તમે સ્થૂળતાના શિકાર છો, તો તમારું બ્લડ પ્રેશર ચોક્કસથી તપાસો

મેદસ્વીતા હૃદય રોગનું જોખમ વધારે છે. તેનાથી હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓ થઈ શકે છે