CSK Captain: નવા લુક અને નવા રોલ સાથે CSKમાં ઉતરશે M.S Dhoni

IPLની નવી સીઝન આવતીકાલથી શરૂ થઈ રહી છે. CSK અને RCB વચ્ચે મેચ રમવાની છે.

IPL પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ફેન્સને ઝટકો લાગ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી છે. 

મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડને CSK ના કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

IPLની આ સીઝન શરૂ થતા પહેલા જ MS Dhoniએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે, 'નવી સીઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!'

આ પોસ્ટમાં માહીએ તેનો નવો રોલ શું હશે તેનો ખુલાસો કર્યો નહોતો. હવે આ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ધોની કયા નવા રોલમાં જોવા મળશે.  

IPL 2024માં મહેન્દ્રસિંહ ધોની નવા લુક અને નવા રોલ સાથે મેદાનમાં ઉતરશે. આઈપીએલ પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ નવી હેરસ્ટાઈલ કરાવી છે.

હેરસ્ટાઈલિસ્ટે ધોનીના ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં ધોની અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

હેરસ્ટાઈલિસ્ટે સાથે કેપ્શન પણ આપ્યું છે કે, વન એન્ડ ઓનલી ઓવર થાલા, મહેન્દ્ર સિંહ ધોની અને ક્રિકેટરને ટેગ પણ કર્યું છે.

ફોટોમાં ધોની બ્લેક રાઉન્ડ નેક સ્લીવલેસ સ્કિની ટી શર્ટ પહેરેલી છે. સાથે ગોગલ્સ પણ પહેરેલા છે.