કાજુ-બદામ કે પિસ્તા... કયા ડ્રાયફ્રૂટમાં વધારે પ્રોટીન હોય છે?

સ્વાસ્થ્ય માટે પ્રોટીન સૌથી જરૂરી પોષક તત્વ હોય છે. કારણ કે તે માંસપેશિઓ બનાવે છે.

પ્રોટીન હાડકાને મજબૂત બનાવે છે. પ્રોટીન વગર માનવ શરીરનું સ્વસ્થ રહેવું મુશ્કેલ છે.

ડ્રાય ફ્રૂટ્સ પણ પ્રોટીનથી ભરપૂર હોય છે, જેનું સેવન તમારા શરીર માટે ફાયદાકારક હોય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયા ડ્રાયફ્રૂટમાં વધારે પ્રોટીન મળે છે?

બદામ સૌથી વધુ લોકપ્રિય ડ્રાયફ્રૂટ છે. તેમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ અને ફાઈબર હોય છે. કપના ચોથા ભાગની બદામમાં 4 ગ્રામ પ્રોટીન હોય છે. 

ખજૂરમાં ઘણા વિટામિન, ખનીજ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. ખજૂરની 5 પેશીમાં 2 ગ્રામ પ્રોટીન હોય છે.

અખરોટમાં આયર્ન, વિટામીન બી12 અને અન્ય ઘણા પોષકતત્વો હોય છે. કપના ચોથાભાગના અખરોટમાં 5 ગ્રામ પ્રોટીન હોય છે.

પિસ્તા એસિડ્સથી વધુ સમૃદ્ધ હોય છે. 30 ગ્રામ પિસ્તામાં 6 ગ્રામ પ્રોટીન હોય છે. 

મગફળીમાં પણ ખૂબ પ્રોટીન હોય છે. કપના ચોથાભાગની મગફળીમાં 9.5 ગ્રામ પ્રોટીન હોય છે.