હાર્દિક પંડ્યાને મોટું નુકસાન, BCCIએ ફટકાર્યો દંડ, મુકાશે IPLમાંથી પ્રતિબંધ?
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે 30 એપ્રિલે IPL 2024ની મેચ રમાઈ.
લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં LSGએ 4 બોલ બાકી રહેતા 4 વિકેટે જીત મેળવી હતી.
આ મેચમાં સ્લોઓવર રેટ રાખવા બદલ હાર્દિક પંડ્યાને રૂ.24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.
આ IPLમાં હાર્દિક પંડ્યા બીજી વખત સ્લોઓવર રેટ માટે દોષી સાબિત થયા છે.
આ પહેલા તેમને મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં પ્રથમ વખત દોષિત ઠર્યા બાદ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે IPLના કોડ ઓફ કંડક્ટ હેઠળ તેમની ટીમનો આ સિઝનનો બીજો ગુનો છે.
આ કારણોસર 30 એપ્રિલે રમાયેલી મેચના પરિણામે પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
જો IPLમાં પહેલીવાર કોઈ સ્લોઓવર રેટ માટે દોષી સાબિત થાય છે, તો તે કેપ્ટન પર 12 લાખ રૂપિયાનો દંડ ફડટારવામાં આવે છે.
બીજી વખત કેપ્ટનને 24 લાખ રૂપિયા અને ટીમના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25% બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવે છે.
જો હવે હાર્દિક પંડ્યા સ્લોઓવર રેટ રિપીટ કરે છે તો તેમના પર IPLમાં એક મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે.
iPhone 14 અને iPhone 12 પર બમ્પર ડિસ્કાઉન્ટ, Flipkart પર મળી રહી છે ઓફર
Related Stories
મોહમ્મદ શમીનો નવો લૂક... હેર કટિંગ કિંમત જાણી હોશ ઊડી જશે!
એકમાત્ર ઈન્ડિયન ક્રિકેટર જેણે પાસ કરી હતી UPSC પરીક્ષા
2 મેડલ જીતનાર મનુ ભાકર 'ફેશન ગેમ'માં પણ આગળ, PHOTOS
ભગવદ ગીતામાં છુપાયેલું છે મનુ ભાકરના ઓલિમ્પિક મેડલ જીતવાનું ખાસ રહસ્ય!